વલસાડ-ડાંગ ના યુવા અને ઉત્સાહી સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ની લોકસભા ના દંડક તરીકે નિમણૂક કરાઇ
વલસાડ,ડાંગ:- દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર માં વલસાડ-ડાંગ ના યુવા અને ઉત્સાહી સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ની દંડક તરીકે નિમણૂક કરાતા વલસાડ ડાંગ જિલ્લા માં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ જવા પામી છે
ભારતીય જનતા પાર્ટી સંસદીય દળ દ્વારા તારીખ ૨૯મી જુલાઈ ના રોજ દેશ ના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વ માં લોકસભા ના મુખ્ય દંડક અને દંડકો ની નિમણૂક કરવામાં આવી હતી જેમાં વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારના યુવા, ઉત્સાહી અને શિક્ષિત સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ની દંડક તરીકે નિમણૂક કરવામાં આવતા વલસાડ-ડાંગ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ જવા પામી છે