માંગરોળ તાલુકાના ઝંખવાવ અને પલસાણા તાલુકાના અમલસાડી ગામે ‘ગ્રો મોર ફૃટ ક્રોપ અભિયાન’ હેઠળ ખેડૂત તાલીમ યોજાઈ
નાયબ બાગાયત નિયામકની કચેરી-સુરત દ્વારા ‘આપણો તાલુકો, બાગાયત તાલુકો’ અને ‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન’ હેઠળ માંગરોળ તાલુકાના ઝંખવાવ અને પલસાણા તાલુકાના અમલસાડી ગામે એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ હતી. જેમાં નાયબ બાગાયત નિયામક સી.જી.પટેલે વિવિધ બાગાયતી યોજનાઓની માહિતી આપી હતી. આ વર્ષે વધુમાં વધુ ખેડૂતો બાગાયતી યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકે તે માટે નવીન આઇ ખેડૂત પોર્ટલ-૨.૦ વિશે મદદનીશ બાગાયત નિયામક પંકજભાઈ માલવિયાએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આત્મા (સુરત) પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.સુનિલ ત્રિવેદીએ ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીના સમન્વય વિશેસમજ આપી હતી. ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક મોડેલ ફાર્મની વિઝિટ કરી બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે અનુરોધ કરાયો હતો.
