બાપા સીતારામ ની મઢુલી બુધલેશ્વર ખાતે પૂણ્યસ્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજ્યંતી ની ઉજવણી કરવામાં આવી.
મહુવા તાલુકાના બુધલેશ્વર ખાતે આવેલ બાપા સીતારામ ની મઢુલી બુધલેશ્વર ખાતે અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્ણેશ મોદી પૂર્વ કેબિનેટ મંત્રી વર્તમાન ધારાસભ્ય,સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ,મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા,સૂરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ ભાવિન નાયક સહિત સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મનીષા બેન દ્વારા કરવામાં આવ્યું હતું
