શ્રી અનાવલ વિભાગ મોટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળી લી.અનાવલની 109 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
શ્રી અનાવલ વિભાગ મોટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળી લી. અનાવલની 109મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખશ્રીના અધ્યક્ષપણા હેઠળ તા.31/07/2024 ને બુધવારના યોજાઈ હતી. જેમાં આગામી પાંચ વર્ષ માટે મંડળીની વ્યવસાય સમિતિની રચના નિમણૂક કરવામાં આવી હતી દરખાસ્ત મુકનાર ગૌરાંગભાઈ એન.પટેલ અને ટેકો મુકનાર અલ્પેશભાઈ એન.પટેલ હતા. વ્યવસાય સમિતિમાં હરીશભાઈ કેદારીયા, ડાહ્યાભાઈ બી.પરમાર, સુરેશસિંહ એન.પરમાર,ભીખુસિંહ જી.દેસાઈ, પ્રકાશભાઈ એમ.પટેલ, તુષારભાઈ બી.પટેલ, મિન્હાજભાઈ એન.શેખ, ગણપતભાઈ એમ.પટેલ,બાબુભાઇ સી.પટેલ ,ઈશ્વરસિંહ પરમાર,છોટુભાઈ પરમાર,અમ્રતભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ફતેસિંહ દેસાઈ,ભીખીબેન પટેલ,ચંચળબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. તા.05/08/2024 ના રોજ વ્યવસાય સમિતિની મિટિંગમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે હરીશભાઈ કેદારીયા (તરકાણી) જેમની દરખાસ્ત મુકનાર ભીખુભાઈ દેસાઈ,ટેકો આપનાર છોટુભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે ડાહ્યાભાઈ પરમાર (અનાવલ) જેમની દરખાસ્ત મુકનાર દિનેશભાઈ પટેલ ટેકો આપનાર ફતેસિંહ દેસાઈ હતા.જેમાં પ્રમુખ તરીકે હરીશભાઈ કેદારીયા અને ઉપપ્રમુખ તરીકે ડાહ્યાભાઈ પરમાર જે સતત પાંચ ટર્મથી બિન હરીફ ચૂંટાઈ આવેલ છે