મહુવા પોલીસ ટીમ અધિકારીઓ ની સૂચના સાથે મહુવા ગામે બસ સ્ટેશન પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. આ સમયે તેઓને એક કાળા રંગની હોન્ડા સીબીઝેડ મોટરસાયકલ ઉપર શંકા જતા પોલીસે ચાલક મેહુલ ઉર્ફે એસિડ શંકર રાઠોડ રહે.અધ્યાપુર, તા. વાલોડ ને અટકાવી તપાસ શરૂ કરતા મોટરસાયકલ ની આગળ ની નંબર પ્લેટ તૂટેલી જણાઇ હતી. પોલીસ ની કડક પૂછપરછ માં ગભરાઈ જતા ચાલકે મોટરસાયકલ ૩ દિવસ પહેલા બારડોલી થી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. બારડોલી પોલીસ મથકે તપાસ દરમ્યાન જીજે 26 બી 9449 નંબર ની મોટરસાયકલ બારડોલી ના રાધાકૃષ્ણ મંદિર સામે ના પાર્કિંગ માં થી 30 માર્ચ ની બપોરે ચોરાઈ હોવાનું જણાવતા ચોરી બાબતે માલિક જીતેન્દ્ર સુરેશ પટેલ રહે. વહેવલ દ્વારા ફરિયાદ કરાઈ હતી. મહુવા પોલીસે બારડોલી પોલીસ ને જાણ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
