મહુવા તાલુકાના મિયાપુર ત્રણ રસ્તા પાસેથી મહુવા પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો.ટેમ્પામા બનાવેલ ચોરખાનામાંથી દારૂ ની અલગ અલગ બ્રાન્ડની કુલ 1152 નંગ બોટલ કિંમત રૂ.1,68,864 અને ટેમ્પો કિંમત રૂ.2.50 લાખ મળી કુલ્લે 4.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ એક જીતો ટેમ્પો (GJ-05-CW-4827)માં વિદેશી દારૂનો જથ્થો ભરી ધરમપુર વાંસદા અનાવલ થઈ મહુવા તરફ આવનાર હોવાની બાતમી મહુવા પોલીસને મળી હતી.જે બાતમી આધારે મહુવા પોલીસ મહુવા તાલુકાના મિયાપુર ત્રણ રસ્તા નજીક વોચમાં બેઠી હતી.તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા ટેમ્પા ચાલકને અટકાવી પોલીસે ટેમ્પાની તલાશી લીધી હતી.જે દરમિયાન પોલીસે ટેમ્પાની પાછળ બાંધેલ તાડપત્રી છોડી કારપેટ હટાવી નીચે બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1152 બોટલ કિંમત રૂ.1,68,864/- અને મોબાઈલ તેમજ જીતો ટેમ્પો કિંમત રૂ.2.50 લાખ મળી કુલ્લે 4.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક અનવર અલ્લાનુર સૈયદ(રહે-પાનોલી બ્રિજ નજીક,અંકલેશ્વર,જી-ભરૂચ)ની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
