મહુવા તાલુકા ભાજપ સંગઠન નવનિયુક્ત ટીમને ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય ખાતે શુભેચ્છા પાઠવી.
હાલમાં જ મહુવા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી ભાજપ સંગઠન મજબૂત બને અને મહુવા તાલુકામાં આવનારી ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાય એવી ટીમની વરણી થતાં મહુવા બુધલેશ્વર ખાતે આવેલ મહુવા 170 વિધાનસભા ના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના જન સંપર્ક કાર્યાલય ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા,ભાજપ પ્રમુખ ભાવિન નાયક,સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક સહિત ભાજપના હોદ્દેદારો ની ઉપસ્થિત વચ્ચે નવ નિયુક્ત સંગઠન ટીમને ખેસ પહેરાવી ટીમના તમામ હોદ્દેદારો ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
