મહુવા તાલુકા પંચાયતની સામાન્ય સભા ફરી એક વાર વિવાદો સાથે સંપન્ન
એક બાજુ પોલીસ બંદોબસ્ત તો બીજીબાજુ વિપક્ષ સભ્યો નો નીચે બેસી અધિકારી ના વહીવટનો વિરોધ
સુરત,મહુવા:- મહુવા તાલુકાના પંચાયતની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે વિપક્ષોના ભારે વિરોધ વચ્ચે વિવાદ સાથે પૂર્ણ થઈ હતી.
મહુવા તાલુકા પંચાયત ની સામાન્ય સભા છેલ્લા ટર્મ થી વિવાદોના વંટોળ વચ્ચે જ યોજાય છે.ત્યારે યોજાયેલ તાલુકા પંચાયત મહુવા ની સામાન્ય સભા માં પોલીસકર્મીઓ ગોઠવાઈ જતા વિવાદ શરૂ થયો હતો.તો તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા વિપક્ષ સભ્યો ની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે નીચે બેસી વિરોધ દર્શાવ્યો હતો.સામન્ય સભા શરૂ થતાં જ વિપક્ષો એ સવાલોનો મારો ચલાવતા આક્ષેપો પ્રતિઆક્ષેપો સાથે સભામાં વાતાવરણ ગરમાયું હતું.ભારે શોરબકોર સાથે હોબાળા વચ્ચે સામન્ય સભા પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી હતી.
તાલુકા પંચાયત મહુવાની યોજાયેલ સામાન્ય સભા નિયમોનુસાર નહિ ચલાવી ખોટી રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યા છે.ત્યારે આવનારા દિવસોમાં આ આક્ષેપો પ્રતિ આક્ષેપો નું વહેણ કેવું રૂપ ધારણ કરે એ જોવું રહ્યું !
