ફુડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગો સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો માટે PMFME હેઠળ પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની સુવર્ણ તક:
સુરત: કેન્દ્ર સરકારની ફુડ મિનિસ્ટ્રી દ્વારા રાજ્ય સહિત સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ(PMFME) અમલમાં છે. નાના ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગો જેવા કે, અથાણું, પાપડ, ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ, કેન્ડીને પ્રોત્સાહન આપવા, ફળ-શાકભાજીનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને તેમના પાકના વધુ પોષણક્ષમ ભાવો મળી શકે તે હેતુથી ફુડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા ઇચ્છુકોને બેંકમાંથી કોઇ પણ કો લેટરલ(ગેરંટી) વગર ૧ કરોડની રૂપિયા સુધીની લોન મળી શકે છે. અને મંજુર થયેલા પ્રોજેક્ટની કિંમતની ૩૫% સબસિડી કે જે મહત્તમ રૂ.૧૦ લાખની મર્યાદમાં મળી શકશે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ઇચ્છુકોએ પ્રોજેક્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ નિમણુંક કરેલા ડી.આર.પી.નો સંપર્ક કરવાનો રહેશે. આ માટે પ્રોજેક્ટ બનાવવાથી લઈ ઓનલાઇન રજુ કરવા સુધી દરેક બાબતે મદદ કરવા જિલ્લા કક્ષાએ ડી.આર.પી.(વિષય તજજ્ઞ) નિમાયા છે. PMFME યોજનાનો લાભ ઉદ્યોગોનું મૂલ્યવર્ધન કરવા કે નવો ઉદ્યોગ શરૂ કરવા લઈ શકાય છે. આ અંગે વધુ માહિતિ મેળવવા કચેરી સમય દરમ્યાન નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બાગાયત ભવન, લાલ બંગલા સામે, ઓળપાડી મહોલ્લો, અથવાલાઇન્સ, સુરત ખાતે ટેલિફોનિક કે રૂબરૂ તપાસ કરવા પરિક્ષિતભાઈ ચૌધરી(૭૬૫૪૮૪૮૫૭૬), બાગાયત અધિકારી, નાયબ બાગાયત નિયામક, સુરતની યાદીમાં જણાવાયું છે.
