દહેજ આપવું કે લેવું એ દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત ગુનો છે: છ માસથી ૫ વર્ષની સજા અને દંડની જોગવાઈ

Facebook
Twitter
WhatsApp
Telegram

દહેજ આપવું કે લેવું એ દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત ગુનો છે: છ માસથી ૫ વર્ષની સજા અને દંડની જોગવાઈ
કમિશનર, મહિલા અને બાળ વિકાસ કચેરી, ગાંધીનગરની દેખરેખ હેઠળ સમગ્ર રાજ્યમાં દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧નું અમલીકરણ અને સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે. કાયદાની જોગવાઈ મુજબ લગ્ન પહેલાં, લગ્ન દરમિયાન કે લગ્ન પછી લગ્નની શરત તરીકે લગ્નનાં બંને પક્ષકારો પૈકી કોઈ પણ પક્ષકાર દહેજનાં ભાગ રૂપે કોઈ પણ ચીજવસ્તુ, કીમતી દાગીના, માલ-મિલકત, કીમતી જામીનગીરી આપે, લે કે લેવા-આપવા કબુલે કે તેમાં સામેલ થાય તેને ઉક્ત અધિનિયમ મુજબ ઓછામાં ઓછી ૦૬(છ માસ)થી લઈને ૫(પાંચ) વર્ષની સજા અને દંડની જોગવાઈ કરાયેલી છે. તથા દહેજ અટકાયત (નવવધુ અને વરરાજાને મળેલ ભેટ- સોગાદોની યાદી રાખવાં બાબત) નિયમો-૧૯૮૫ મુજબ બંને પક્ષોએ વર અને વધુને લગ્ન વખતે મળેલ તમામ ભેટ-સોગાદોની યાદી તૈયાર કરી વર, વધુ અને બંને પક્ષોના માતા-પિતાએ સહી કરીને નિભાવાની રહેશે. દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧ અને દહેજ અટકાયત (નવવધુ અને વરરાજાને મળેલ ભેટ-સોગાદોની યાદી રાખવાં બાબત) નિયમો-૧૯૮૫નું ઉલ્લંઘન કરનારને કાયદાની જોગવાઈ મુજબ સજા અને દંડ કરવામાં આવશે. જેની સર્વે લગ્ન પક્ષકારોએ નોંધ લેવા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી,સુરતની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ માટે સોનેરી તક

જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ માટે સોનેરી તક સુરત જિલ્લાની આઈ.ટી.આઈ.માં પ્રવેશસત્ર – ૨૦૨૫માં પ્રવેશ મેળવવા જોગ સુરત જિલ્લાની આઈ.ટી.આઈ.માં જઈ એન્જીનીયરીંગ/નોન એન્જીનીયરીંગ વિવિધ ટ્રેડમાં

મોકડ્રીલ અંગે મહત્ત્વપૂર્ણ બેઠક; સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા…

મોકડ્રીલ અંગે મહત્ત્વપૂર્ણ બેઠક; સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા… ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ… ગૃહ વિભાગના અધિક

રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટેની વિવિધ યોજનાઓથી વધ્યો પ્રાકૃતિક કૃષિનો વ્યાપ

*પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૨૫: સુરત જિલ્લો  રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટેની વિવિધ યોજનાઓથી વધ્યો પ્રાકૃતિક કૃષિનો વ્યાપ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક કૃષિને

ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કરાયા

error: Content is protected !!