જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ માટે સોનેરી તક
સુરત જિલ્લાની આઈ.ટી.આઈ.માં પ્રવેશસત્ર – ૨૦૨૫માં પ્રવેશ મેળવવા જોગ
સુરત જિલ્લાની આઈ.ટી.આઈ.માં જઈ એન્જીનીયરીંગ/નોન એન્જીનીયરીંગ વિવિધ ટ્રેડમાં બેઠકો પર પ્રવેશ સત્ર ઓગષ્ટ ૨૦૨૫માં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો. ૭ કે તેથી વધુ ઘો.૧૦ પાસ સુધીના ઉમેદવારોને સુરત જિલ્લાની જે તે આઈ.ટી.આઈ. બેઠકો પર તા.૩૦/૦૬/૨૦૨૫ના સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં ફોર્મ ભરી જવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થા ખાતે વિનામુલ્યે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમ દ્વારા રાજયમાં કોઈ પણ સ્થળેથી ઓનલાઈન ફોર્મ https://itiadmission.gujarat.gov.in પર પણ ભરી શકશે. વધુ માહિતી માટે નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(I.T.I.)માં રૂબરૂ સંપર્ક સાધવા સુરત આઈ.ટી.આઈ.ના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
