📢 બ્લેકઆઉટ અંગેની સૂચનાઓ…
તા. 07/05/2025ના રોજ સાંજે 7:30 થી 8:30 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અડધો કલાક બ્લેકઆઉટ રહેશે…
➡️ નીચેની સૂચનાઓનું પાલન કરો…
📴 ઘર, ઓફિસ અને વાહનોની તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ બહાર ન જાય તે માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો…
📱 બારીઓ નજીક મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ ન કરો…
📻 નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો…
🚫 અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તે પડોશીઓને માર્ગદર્શન આપો…
