૭ મે – વર્લ્ડ એથ્લેટિકસ ડે

Facebook
Twitter
WhatsApp
Telegram

૭ મે – વર્લ્ડ એથ્લેટિકસ ડે

એથ્લેટિકસ રમતના માધ્યમથી ગુજરાતના ૫૦થી વધુ ખેલાડીઓએ  કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી પ્રાપ્ત કરી

દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા ૧૬ જેટલા રમતવીરો ઇન્ડિયન આર્મીમાં જોડાયા

ગુજરાતના ખેલાડીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રમતને વધુ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એથ્લેટિકસમાં  મેડલ પ્રાપ્ત ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત વિવિધ વિભાગોમાં સરકારી નોકરી આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં વિવિધ એથ્લેટિકસ રમતના માધ્યમથી અત્યાર સુધીમાં ૫૦થી વધુ ખેલાડીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપીને પ્રોત્સાહિત કર્યા છે.

એથ્લેટિકસ રમતમાં  વર્ષ -૨૦૧૦ પછી અત્યાર સુધીમાં ખેલાડીઓએ ૧૦૦ મી દોડ,૨૦૦ મી, ૪૦૦મી , ૮૦૦મી, ૧૫૦૦ મી, ૫૦૦૦ મી, ૧૦,૦૦૦મી દોડ, ૪૦૦ વિધ્ન દોડ, મેરેથોન તેમજ ડેકેથલોનની સ્પર્ધામાં ભાગ લઈ ૧૬ ખેલાડીઓએ ઇન્ડીયન આર્મીમાં, ૦૨ ખેલાડીઓ ઇન્ડીયન એરફોર્સમાં, ૦૧ ખેલાડીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં, ૦૧ ખેલાડી આસામ રાયફલમાં, ૦૧ ખેલાડી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં તેમજ ૦૧ ખેલાડી ઈન્ડો – તિબેટીયન બોર્ડર પોલીસમાં જોડાઈને દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા સેવા આપી રહ્યા છે.

આ ઉપરાંત એથ્લેટિકસ રમતમાં જોડાઈને ૧૧ જેટલા ખેલાડીઓએ ઇન્ડીયન પોસ્ટલ સર્વિસમાં જોડાયા હતા. જ્યારે બે ખેલાડીઓ દિલ્હી ખાતે ઇન્કમટેક્સમાં, એક ખેલાડી ગોવા ખાતે  ઇન્કમટેક્સમાં, એક ખેલાડી ભારત સંચાર નિગમ લિમિટેડમાં, ૦૬ ખેલાડીઓ ઇન્ડિયન રેલવેમાં, એક ખેલાડી એગ્રીકલ્ચર બેંકમાં તેમજ ૦૬ જેટલા ખેલાડીઓએ ગુજરાત પોલીસમાં જોડાઈને આમ રાજ્યના કુલ ૫૦ જેટલા ખેલાડીઓને અત્યાર સુધી એથ્લેટિકસ રમતના પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારની  સારા હોદ્દાની નોકરી પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે .

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભના માધ્યમથી રમત ગમતની જન જાગૃતિને છેવાડા સુધી પહોંચાડ્યું હતું.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત આજે એથ્લેટીકસ ક્ષેત્રે નવી ઉચાઇસર કરી રહ્યું છે. આજે ગુજરાતના ખેલાડીઓ એથ્લેટીકસ રમતમાં ભાગ લઇને આંતરરાષ્ટ્રીય – રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતમાં ૧૧ સિન્થેટીક એથ્લેટીક્સ ટ્રેક અમદાવાદ શહેર, મહેસાણા, પાટણ શહેર સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, નર્મદા ભાવનગર શહેર તેમજ પોરબંદર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્પોર્ટ્સ ઓથોરીટી ગુજરાત દ્વારા બનાવવામાં આવ્યા છે. જેમાં ઘણાં બધા એથ્લેટીકસ રમત સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓ લાભ લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે રહેતો 40 વર્ષીય યુવાન આકસ્મિક રીતે નહેરના ઉંડા પાણીમાં પડી ડૂબી જતા ચકચાર મચી જવા પામી.

મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે રહેતો 40 વર્ષીય યુવાન આકસ્મિક રીતે નહેરના ઉંડા પાણીમાં પડી ડૂબી જતા ચકચાર મચી જવા પામી.   મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે

મહુવા તાલુકાના 70 જેટલા ઈંટ ઉત્પાદકોની તૈયાર કાચી ઈંટ  કમોસમી વરસાદમા ધોવાઈ ગઈ

મહુવા તાલુકાના 70 જેટલા ઈંટ ઉત્પાદકોની તૈયાર કાચી ઈંટ  કમોસમી વરસાદમા ધોવાઈ ગઈ મહુવા તાલુકામા છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદના વર્ષી રહ્યો છે.ભર ઉનાળે લોકોને

મહુવામાં કમોસમી વરસાદથી ૭૦ થી વધુ ઘરોમાં નુકશાન

મહુવામાં કમોસમી વરસાદથી ૭૦ થી વધુ ઘરોમાં નુકશાન અનાવલ : મહુવા તાલુકામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી ૭૦ જેટલા ઘરોને નુકશાન થવા પામ્યું છે તો કેરીના

રાજ્યના ૧૮ જિલ્લાના ૭૪ સ્થળો ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટનું સફળ આયોજન

રાજ્યના ૧૮ જિલ્લાના ૭૪ સ્થળો ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટનું સફળ આયોજન અલગ અલગ જિલ્લાઓમાં એર સ્ટ્રાઈક ડ્રિલ, રેડ બાય એનિમી ડ્રિલ, ફાયર ડ્રિલ,

error: Content is protected !!