ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Facebook
Twitter
WhatsApp
Telegram

ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કરાયા ત્રણ મહત્વના ફેરફાર: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

• ગામતળની બહાર વસતા પરિવારોને હવેથી ૬ KW સુધીનું સિંગલ ફેજ વીજ જોડાણ માત્ર ફિક્સ ચાર્જ ભરીને મળશે

• ગામતળની બહાર આવેલા સરકારના જાહેર યુનિટ તથા વિવિધ એકમોને અપાતા નવા વીજ જોડાણ માટે હવેથી માત્ર KW આધારિત ફિક્સ ચાર્જ જ ભરવાનો રહેશે

• ગામતળની બહાર નોન-ટ્રાયબલ વિસ્તારમાં હવેથી ૧૦ મકાનોના જૂથને પણ જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજ જોડાણ અપાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. આવા પરિવારો ગામતળની બહાર પણ ૨૪ કલાક પૂરતી વીજળી મેળવી શકે તે માટે ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.

ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ગામતળની બહારના કોઈપણ વિસ્તારમાં આવેલા રહેણાક હેતુના મકાનમાં નવીન સિંગલ ફેજ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફકત ૦૩ કિલોવોટ (KW)ના વીજ ભારની મર્યાદામાં રહીને વીજ જોડાણ આપવામાં આવે છે. આ માટે થતા કુલ વાસ્તવિક ખર્ચ અથવા રૂ. 0૧ લાખ, બંનેમાંથી જે ઓછી હોય તે રકમ ભરપાઈ કરવાની રહે છે.

રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નવા નિર્ણય બાદ હવેથી ગામતળની બહાર વસવાટ કરતા પરિવારોને ૦૬ કિલોવોટ (KW) સુધીનું સિંગલ ફેજ વીજ જોડાણ મળી શકશે. આ વીજ જોડાણ માટે તેમણે વીજભાર આધારિત એટલે કે, KW આધારિત ફિક્સ ચાર્જ જ ભરપાઈ કરવાનો રહેશે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે ગામતળની બહાર તેમજ વાડી વિસ્તારમાં ઘર બનાવીને રહેતા ખેડૂતોને માત્ર ફિક્સ ચાર્જ ભરપાઈ કરીને નવીન વીજ જોડાણ મળી શકશે, તેમ મંત્રી શ્રી દેસાઈએ ઉમેર્યું હતું.

ઊર્જા મંત્રીશ્રીએ આ સંદર્ભે કહ્યું હતું કે, ગામતળની બહાર આવેલા છૂટા-છવાયા મકાનોમાં વીજ જોડાણ આપવા માટે સૌપ્રથમ ખેતી વિષયક હેતુ સિવાયની રહેણાંક હેતુ માટે ઉપયોગ થતો હોય તેવી જમીન અને ખેતીવાડી વીજ જોડાણ ન ધરાવતી જમીનમાં સ્થળની ટેક્નીકલ ચકાસણી કરવામાં આવશે. જેમાં ગામતળથી અંતર, હયાત ખેતીવાડી જોડાણ, વીજ લાઇન ક્રોસિંગ, સલામતી, વીજ ચોરી જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને લાગુ પડતી સર્કલ ઓફિસના અધિક્ષક ઈજનેરશ્રીની મંજૂરી બાદ નોન એ.જી (Non Ag) ફીડર પરથી આવા રહેણાંક હેતુ માટેના વીજ જોડાણ કોઈપણ લોડની મર્યાદા વગર આપી શકાશે. આવા ઘર વપરાશના વીજ જોડાણ માટે બંચ કેબલનો ઉપયોગ કરવામાં આવશે.

ઊર્જા મંત્રીશ્રીએ બીજા નિર્ણય અંગે જણાવ્યું હતું કે, ગામતળની બહાર આવેલી આશ્રમશાળા, આદર્શ નિવાસી શાળા, આદર્શ છાત્રાલય, રાજ્ય અથવા કેન્દ્ર સરકાર હસ્તકના યુનિટ જેવા જાહેર હેતુ માટે માંગવામાં આવતા નવા વીજ જોડાણો ઉપરાંત પોલ્ટ્રી ફાર્મ, તબેલા, નોંધાયેલા ઢોરવાડા, ઝીંગા ફાર્મ, ગૌશાળા, તમાકુની ખળી, મોબાઈલ ટાવર, મિલ્ક ચિલિંગ પ્લાન્ટ, મેંગો રાઈપનિંગ જેવી વિવિધ પ્રવૃતિઓ માટે માંગવામાં આવતા નવા વીજ જોડાણો માટેનો તમામ વાસ્તવિક ખર્ચ પ્રવર્તમાન સમયમાં લેવામાં આવે છે, તેના બદલે હવેથી આવા એકમોએ માત્ર કિલોવોટ (KW) આધારિત ફિક્સ ચાર્જ જ ભરપાઈ કરવાનો રહેશે.

તદુપરાંત, ગામતળની બહાર આવેલ અનાજ દળવાની ઘંટીના વીજ જોડાણનો સમાવેશ પણ આવા એકમોમાં જ કરવામાં આવ્યો છે, જેના કારણે ગામતળની બહાર અનાજ દળવાની ઘંટીને વીજ જોડાણ મળવાથી ગામતળની બહાર વસવાટ કરતા લોકોને નજીકમાં જ અનાજ દળાવવાની સુવિધા મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ત્રીજા નિર્ણય અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અગાઉ ગામતળની બહાર નોન – ટ્રાયબલ વિસ્તારમાં ૧૫ મકાનોનું જૂથ હોય તો જ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ આપવામાં આવતું હતું. નવા નિર્ણયથી હવે ૧૫ ના બદલે ૧૦ મકાનોનું જૂથ હોય તો પણ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરતના ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે મોકડ્રીલ યોજાઈ

સુરતના ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે મોકડ્રીલ યોજાઈ જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મનપા દ્વારા શહેરના ડુમસ રોડ સ્થિત ઈન્ટરનેશનલ

સુરત શહેર-જિલ્લામાં છ સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ: સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા સામૂહિક ‘ઓપરેશન અભ્યાસ’

સુરત શહેર-જિલ્લામાં છ સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ: સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા સામૂહિક ‘ઓપરેશન અભ્યાસ’ કોઈ પણ આપત્તિ-કટોકટી દરમિયાન ઝડપી પ્રતિસાદ

૭ મે – વર્લ્ડ એથ્લેટિકસ ડે

૭ મે – વર્લ્ડ એથ્લેટિકસ ડે એથ્લેટિકસ રમતના માધ્યમથી ગુજરાતના ૫૦થી વધુ ખેલાડીઓએ  કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી પ્રાપ્ત કરી દેશની સુરક્ષાને વધુ

તા. 07/05/2025ના રોજ સાંજે 7:30 થી 8:30 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અડધો કલાક બ્લેકઆઉટ રહેશે…

📢 બ્લેકઆઉટ અંગેની સૂચનાઓ… તા. 07/05/2025ના રોજ સાંજે 7:30 થી 8:30 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અડધો કલાક બ્લેકઆઉટ રહેશે… ➡️ નીચેની સૂચનાઓનું પાલન કરો… 📴 ઘર,

error: Content is protected !!