*પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૨૫: સુરત જિલ્લો
રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટેની વિવિધ યોજનાઓથી વધ્યો પ્રાકૃતિક કૃષિનો વ્યાપ
દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. તેમના આહ્વાનને હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકારે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરી છે.. જેથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટેની વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવીએ..
(૧) જીવામૃત્ત, ધનજીવામૃત્ત બનાવવા માટે માળખાકીય સુવિધા માટેની યોજના:
*હેતુ:* ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત્ત, ઘનજીવામૃત્ત સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જરૂરી વ્યવસ્થા
*લાભાર્થી:* ગૌશાળા, સહકારી સંસ્થા, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, સખી મંડળ, ખેડૂત ગ્રુપ
*સહાયની વિગતઃ* જીવામૃત્ત, ઘનજીવામૃત્ત બનાવવા માટે માળખાકીય સુવિધા જેવી કે HDPE ની ટાંકી, પાકું ભોંયતળિયું વગેરે માટે સહાય.
*સહાયનું ધોરણ:*
– ગૌશાળા, સહકારી સંસ્થા, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનઃ ખર્ચના ૫૦ % અથવા રૂ.૧,૨૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય.
– સખી મંડળ, ખેડૂત ગ્રુપઃ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય.
વધુ માહિતી માટે પ્રોજેક્ટ ડાયરેકટર-આત્માની જિલ્લા કચેરીનો સંપર્ક કરવો.
(૨) પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ:
*હેતુ:* ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ જાણકારી મળે તે માટે ખેડૂતોના ખેતર પર જ પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મનું નિર્માણ
લાભાર્થી:પ્રાકૃતિક કૃષિ કરતાં હોય તથા દેશી ગાય ધરાવતા હોય તેવા ખેડૂત
સહાયની વિગતઃ પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી બીજામૃત, જીવામૃત્ત, ઘનજીવામૃત્ત, પાક સંરક્ષણ શસ્ત્રો, આચ્છાદન વગેરે માટે જરૂરી સાધન- સામગ્રી, મિશ્ર પાક/લીલા પડવાશ માટેનું બિયારણ વગેરે તથા મોડેલ ફાર્મ પર ખેડૂતોને તાલીમ/માર્ગદર્શન માટે સહાય.
સહાયનું ધોરણ:
– જરૂરી સાધન-સામગ્રી માટે મહત્તમ રૂ.૧૩,૫૦૦/- ની મર્યાદામાં સહાય
– ખેડૂતોને તાલીમ/માર્ગદર્શન માટે મહત્તમ રૂ.૫૦૦૦/- ની જિલ્લા કક્ષાએ જોગવાઈ
વધુ માહિતી માટે પ્રોજેક્ટ ડાયરેકટર-આત્માની જિલ્લા કચેરીનો સંપર્ક કરવો.
(૩) પ્રાકૃતિક કૃષિની તાલીમ:
*હેતુ:* ખેડૂતો તથા વિસ્તરણ કાર્યકર્તાને પ્રાકૃતિક કૃષિની વિસ્તૃત જાણકારી/માર્ગદર્શન તથા નિદર્શન દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા
*તાલીમના પ્રકાર અને લાભાર્થી:* પ્રાકૃતિક કૃષિ સંશોધન તથા તાલીમ સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ખેડૂત તાલીમ કેન્દ્રો તથા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ ઉપર વિસ્તરણ કાર્યકર્તા, ખેડૂત, વગેરે માટે તાલીમોનું નિઃશુલ્ક આયોજન
વધુ માહિતી માટે પ્રોજેક્ટ ડાયરેકટર-આત્માની જિલ્લા કચેરીનો સંપર્ક કરવો.
(૪) પ્રેરણા પ્રવાસ:
*હેતુ:* ખેડૂતો તથા વિસ્તરણ કાર્યકર્તાને પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ જાણકારી દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા
*પ્રેરણા પ્રવાસના પ્રકાર અને લાભાર્થી:* જિલ્લા તથા રાજ્ય કક્ષાએ પ્રાકૃતિક કૃષિ સંશોધન તથા તાલીમ સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ વગેરે સ્થળે વિસ્તરણ કાર્યકર્તા, ખેડૂતો, વગેરે માટે પ્રેરણા પ્રવાસનું નિઃશુલ્ક આયોજન.
વધુ માહિતી માટે પ્રોજેક્ટ ડાયરેકટર-આત્માની જિલ્લા કચેરીનો સંપર્ક કરવો.
(૫) પ્રાકૃતિક કૃષિ કોન્કલેવ/તાલીમ કાર્યશાળા/ મેગાશિબીર/કૃષિ મેળા/પ્રદર્શન/પરિસંવાદ:
*હેતુ:* માસ મુવમેન્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની વિસ્તૃત જાણકારી, વૈજ્ઞાનિક માર્ગદર્શન, પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામોનું નિદર્શન વગેરે દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા તેમજ પ્રાકૃતિક ખેતપેદાશોના પ્રદર્શન દ્વારા ગ્રાહક વર્ગમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોની જાગૃતિ લાવવી.
*લાભાર્થી:* ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલ સંસ્થાઓ, કૃષિ પેદાશો પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન એકમના પ્રતિનિધિઓ, કૃષિ નિષ્ણાતો તથા પ્રબુદ્ધ નાગરિક વર્ગ.
વધુ માહિતી માટે પ્રોજેક્ટ ડાયરેકટર-આત્માની કચેરીનો સંપર્ક કરવો.
