ઓછા ખર્ચ અને ટૂંકા સમયમાં મુલ્ય વર્ધક પાકની ખેતી એટલે મશરૂમની ખેતી
મશરૂમની ખેતીથી ૨૫થી ૩૦ દિવસમાં પાકમાં બમણી કમાણી થઈ રહી છે
: ખેડૂત રાજેશભાઈ ગાવિત
સુરત: શુક્રવાર: ભારતના ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે. પરંપરાગત પાકો ઉપરાંત તેઓ નવા પાક દ્વારા નફો કમાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ગામડાના ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે દયાળજી અનાવિલ કેળવણી મંડળ, મજુરાગેટ ખાતે આયોજિત મિલેટ્સ મેળામાં આવેલ ડાંગ જિલ્લા વઘઈ તાલુકાના કોસમાડ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગાવિતની આ વાત છે.
કોસમાડ ગામના ખેડૂત રાજેશભાઈ ગાવિતે મશરૂમની સફળ ખેતી વિશે સમજાવતા કહ્યું હતું કે, વર્ષોથી બાપ-દાદાના સમયથી પારંપરિક ખેતી કરતા હતા. પણ આધુનિક યુગમાં ખેતી કરવી આટલી સરળ હશે તેવું કયારેય વિચાર્યું નઈ હતું. તે આ મશરૂમની ખેતીથી સાબિત થઈ રહ્યું છે. ખેતીમાં રોકડીયા પાક સાથે શાકભાજીનું વાવેતર કરતા હતા. ખેતીમાં આધુનિક કરણ લાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ
ખાતે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ મેળવ્યા બાદ ૨૮ કિલો બીજના પ્લાન્ટેશનમાં ૬૦ કિલો મશરૂમની પાક મેળવ્યો હતો.મિલ્કી મશરૂમની ખેતીમાં ૨૫થી ૩૦ દિવસમાં જ ફ્લાવરિંગ આવી જાય છે. મશરૂમ ૩૫૦થી ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. ઘણીવાર સિઝનના સમયમાં ૫૦૦થી ૬૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ પણ મળે છે.
વધુમાં રાજેશભાઈ એ જણાવ્યું હતું કે, મશરૂમની ખેતીની મદદથી ખેડૂતો વાસ્તવમાં તેમની વર્તમાન આવક કરતાં વધુ કમાણી કરી શકે છે. મશરૂમની ખેતી માટે ન તો મોટા રોકાણની જરૂર છે કે, ન તો મોટા પ્લોટની જરૂર છે. જે છત નીચે મશરૂમની ખેતી કરવામાં આવે છે તેનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન મશરૂમની ખેતી માટે પાણીના સ્ત્રોત તરીકે થઈ શકે છે. એવા કેટલાક મશરૂમ છે જે ભારતમાં એર કન્ડીશનીંગ વગર ઉગાડી શકાય છે જેમ કે દૂધિયું મશરૂમ અને બટન મશરૂમ તેમજ મિલ્કી મશરૂમની ખેતી થઈ શકે છે.
ગાવિત ખેડૂતોને વિવિધ રાજ્ય પ્રશિક્ષણ સુવિધાઓમાં મશરૂમની ખેતીમાં તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. ઘણા ખેડૂતોને મશરૂમની ખેતીની તાલીમ પોઅન આપુ છું. એ બદલ આત્મા પ્રોજેક્ટ તરફથી મને રૂ.૧૦ હજારનો રોકડ પુરસ્કાર અને એવોર્ડ પણ મળ્યો છે.
વિશેષ મશરૂમમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો અને બીટા-ગ્લુકન્સ નામની જટિલ શર્કરા હોય છે. ગાવિત કહે છે કે, અન્નદાતાનું જીવન વિશ્વને આરોગ્ય અને સમૃદ્ધિ આપવા માટે બન્યું છે એમાં મારૂ પણ યોગદાન રહે તે માટે પ્રાકૃતિક આહાર થકી સમાજને કંઇક સારું પીરસવું છે. અને સરકારે આવા મિલેટ્સ મેળા થકી ખેડૂતોને ઘર આંગણે મોટું માર્કેટ પૂરું પડ્યું છે એ બદલ રાજ્ય સરકારને આભાર ની લાગણી વ્યક્ત કરું છું.
પરંપરાગત ખેતી છોડી ડાંગ જિલ્લાના ખેડૂત રાજેશભાઈ ગાવિતે શરૂ કરી મશરૂમની ખેતી
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી
The Satyamev News
December 28, 2024
મહુવા ટાઉનના જુના પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત એન્ગલો પુનઃ લગાવાઈ.
The Satyamev News
December 28, 2024
સુરત શહેરના મજુરા, મગોબ અને ઉબેર ખાતે મેગા ડિમોલેશનઃ
The Satyamev News
December 28, 2024