પશુપાલન યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ: સુરત જિલ્લાના પશુપાલકો તા.૧૫ જૂન સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
સુરત જિલ્લાના પશુપાલકો પશુપાલન ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે હવે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત બનાવાઈ છે. જે માટે તા.૧૫ જૂન સુધી https://ikhedut.gujarat.gov.in ખૂલ્લું રહેશે. લાભ લેવા ઈચ્છતા પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના અંતર્ગત નિયત સમયમર્યાદામાં જિલ્લાના લક્ષ્યાંકની સામે ઓછી અરજીઓ પ્રાપ્ત થશે તો તે યોજના માટે વધુ અરજી સ્વીકારવા માટે પોર્ટલ વધુ મુદ્દત સુધી શરૂ રાખવાની જાણકારી આઈ-ખેડૂત પોર્ટલ પર અપાશે. આ યોજનામાં સરકારની પ્રવર્તમાન જોગવાઈ મુજબ દિવ્યાંગ પશુપાલકો પણ લાભ લઈ શકે છે. યોજનાની વધુ જાણકારી માટે નજીકની પશુપાલન કચેરી, પશુ દવાખાનાનો સંપર્ક કરવા વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક-સુરતની યાદીમાં જણાવાયું છે.
