PC & PNDT એક્ટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી
ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણ અટકાવવા, સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સંતુલન જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા PC & PNDT એકટ-૧૯૯૪ અમલમાં છે, જે અન્વયે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા એડવાઇઝરી કમિટિની બેઠક ડો.વીણાબેન દેસાઈના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં ૨૨ નવી અને ૪ રિન્યુઅલની અરજીઓને બહાલી આપવામાં આવી હતી. PC & PNDT એકટ હેઠળ જમા થતી રજિસ્ટ્રેશન ફી ની નાણાકીય સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ, નવી સિવિલના બાળરોગ વિભાગના વડા અને પ્રોફેસર ડો.જિગીષા પાટડીયા, ડો.વર્ષા ઠક્કર, એડવોકેટ તેમજ PNDT સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
