ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ
કામરેજ તાલુકાના જોળવા ગામથી પરબ ગામ રસ્તા પર બ્રિજના નિર્માણની કામગીરીને ધ્યાને લઇ રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું
મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના-૨૦૨૪-૨૫ હેઠળ જોળવા ગામથી પરબ ગામ વચ્ચે બ્રિજના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને ટ્રાફિક નિયમન વ્યવસ્થિત ચાલે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વિજય રબારીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર કામરેજ તાલુકાના પરબ જોળવા રોડ કી.મી.૧/૪૦ થી ૧/૬૦ પર મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના-૨૦૨૪-૨૫ હેઠળ બ્રિજની કામગીરી શરૂ મંજૂર થઇ છે. આ બ્રિજમાં ૨-એબટમેન્ટ તથા ૨૪ મીટર લંબાઈનો સ્લેબ તથા બંને બાજુના એપ્રોચ મળીને કુલ ૩૦૦ મીટરની કામગીરી કરવાની હોવાથી જોળવા ગામ થી પરબ ગામ જતા આવતા વાહનોને માટે તા.૨૪/૦૧/૨૦૨૬ સુધી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વૈકલ્પિક રસ્તા તરીકે જોળવા બાજુથી હલધરૂ રોડ થઈ પરબ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
