ઉત્તર બુનિયાદી વિદ્યાલય,રાણતનું એસ.એસ.સી. ધો -૧૦ તથા એચ.એસ.સી.ધો-૧૨ (સા.પ્ર.) ૨૦૨૫ નું ૧૦૦% પરિણામ….
હળપતિ સેવા સંઘ,બારડોલી સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય,રાણત તા.મહુવા જિ.સુરતમાં ગત એસ.એસ.સી.પરીક્ષા ૨૦૨૫ માં સરભોણ કેન્દ્ર ખાતે કુલ ૫૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ૫૭ જેટલા વિદ્યાર્થીઓ પાસ થતા ૧૦૦% પરિણામ આવ્યું જેમાં શાળાની વિદ્યાર્થીની વસાવા સ્તુતિબેન સુનિલભાઈ ૮૮.૬૭% મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવેલ છે.
તેમજ એચ.એસ.સી.પરીક્ષા ૨૦૨૫ માં સરભોણ ખાતે કુલ ૪૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૪૨ વિદ્યાર્થીઓ પાસ થતા ૧૦૦% પરિણામ આવ્યું જેમાં શાળાની વિદ્યાર્થીની ગામીત ઝલકબેન ઈશ્વરભાઈ ૮૬.૪૩ % મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવેલ છે.જે બદલ સંચાલક મંડળ તેમજ શાળાના આચાર્યશ્રી અને સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવ સાથે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
