કરચેલીયા આઈટીઆઈ ખાતે વિવિધ ટ્રેડના પ્રતિભાશાળી તાલીમાર્થીઓએ જાતે બનાવેલા મોડેલ્સ, ચાર્ટ અને ટુલ્સ પ્રદર્શિત કર્યા
વિવિધ ટ્રેડના પ્રતિભાશાળી તાલીમાર્થીઓએ જાતે બનાવેલા મોડેલ્સ, ચાર્ટ અને ટુલ્સ પ્રદર્શિત કર્યા
સ્કિલ ઇન્ડિયા મિશન થકી યુવાઓની આંતરિક ક્ષમતાઓને બહાર લાવવાનો પ્રયત્ન.મહુવાના કરચેલિયા આઈટીઆઈ ખાતે સ્કિલ એકઝિબિશન યોજાયું
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્કિલ ઇન્ડિયા મિશન થકી ભારતના યુવાઓની આંતરિક ક્ષમતાઓને બહાર લાવવાનો સફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહુવા તાલુકાની કરચેલીયા આઇટીઆઇ ખાતે મેગા સ્કિલ એક્ઝિબિશન યોજાયું હતું.
અહી વિવિધ ટ્રેડમાં તાલીમ મેળવતાં પ્રતિભાશાળી તાલીમાર્થીઓએ જાતે બનાવેલા મોડેલ્સ, ચાર્ટ અને ટુલ્સનું અદ્ભૂત પ્રદર્શન કર્યું હતું. આઈ. ટી. આઈ. કરચેલીયા ખાતે તારીખ 4 અને 5 એપ્રિલ 2025 ના રોજ સ્કીલ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું. જેનું ઉદ્ઘાટન કોહીનુર ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન રાજીવ ભટ્ટે કર્યું હતુ. સ્કીલ એક્ઝિબિશન મા આઈ. ટી. આઈ. માં ચાલતા તમામ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા તૈયાર કરેલ કુલ 60થી વધુ વર્કિંગ મોડલ્સ નું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન સંસ્થા ના આચાર્ય એન. એસ. પટેલ તેમજ તમામ સ્ટાફ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.
ધો. 10 અને ધો.12ના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી આ સ્કિલ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ભૂતપૂર્વ તાલીમાર્થીઓએ મેળવેલી સફળતાઓ વિશે માહિતી અને વિગતો આપી અન્યને પ્રેરણા પૂરી પાડી હતી.
