અગ્નિવીર આર્મી ભરતી રેલી-૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે
નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૧૦ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવાઈ
ભારતીય લશ્કરમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અમદાવાદ આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડયુટી, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નિવીર ટ્રેડમેન ધો.૮ પાસ તથા ૧૦ પાસ માટે વિવિધ કક્ષા પર ભરતી યોજાવાની છે.
આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે વયજૂથ મર્યાદા તા.૦૧/૧૦/૨૦૦૪ થી તા.૦૧/૦૪/૨૦૦૮ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવારો પાસેથી http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પર આગામી તા.૧૦/૦૪/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા (ONLINE CEE) પ્રથમ આપવાની રહેશે.
આ જાહેરાત અંગે વધુ વિગત http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત આર્મી ભરતી કાર્યાલય-અમદાવાદના ફોન નં.૦૭૯-૨૨૮૬૧૩૩૮ ઉપર સંપર્ક સાધી શકાશે તેમ અમદાવાદ આર્મી ભરતી કાર્યાલયના રીક્રુટમેન્ટ ડિરેક્ટરની યાદીમાં જણાવાયુ છે.
