મહુવાના બુટવાડામાં પ્રેમસંબંધ નહિ રાખવા જણાવતાં પ્રેમીનો હુમલો
-પ્રેમિકા અને વૃધ્ધાના હાથ ઉપર ધારિયું મારી ઇજા પહોંચાડી ફરાર
સુરત,મહુવા:-સુરત જિલ્લાના મહુવા તાલુકાના બુટવાડા ગામે પ્રેમીએ મજૂરી કામ કરવા ગયેલી પ્રેમિકા અને તેની 60 વર્ષીય માતાના હાથમાં ધારિયું મારી હાથમાં ગંભીર ઇજા પહોંચડી પ્રેમી ફરાર થઇ ગયો હતો.પ્રેમિકાને અગાઉ પ્રેમસંબધ હતો પરંતું બાદમાં તેણીએ સંબંધો કાપી નાંખતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ મજૂરી કામના સ્થળે પહોંચી ધારિયાથી હુમલો કરી પ્રેમિકા અને તેણીની સાથે મજૂરી કામ કરતી વૃધ્ધાને લોહિલૂહાણ કરી મૂકતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના ધામખડી ગામે ઉપલું ફળિયામાં રહેતી 37 વર્ષીય શ્રમિક મહિલા સાથે મહુવાના ધામખડી ગામ ટેકરી ફળિયામાં રહેતાં નિતીન અરવિંદભાઇ પટેલને અગાઉ પ્રેમ સંબંધ હતા.જેથી હવે પછી તેણીએ નિતીનને પ્રેમસંબંધ નહિ રાખવા જણાવી દીધું હતું.જેની નિતીન પટેલે અદાવત રાખી હતી.દરમિયાન આ પૂર્વ પ્રેમિકા અને તેણીની સાથે કામ કરતી 60 વર્ષીય બુટવાડા ગામે જગદીશભાઇ પટેલના માલિકીની ખેતરમાં મજૂરી કામે ગયા હતા.તે દરમિયાન નિતીન પટેલે સ્થળ પર આવી પહોંચી પ્રેમિકા અ્ને વૃધ્ધા ઉપર ધારિયું લઇને હુમલો કરી બંન્નેના હાથમાં ગંભીર ઇજા પહોંચાડતા લોહિલૂહાણ થઇ ગઇ હતી.આ હુમલો કરી નિતીન નાસી ગયો હતો.ઇજાગ્રસ્તોને વ્યારા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.જ્યાં મહુવા પોલીસ સ્ટેશને ભોગ બનનાર મહિલાએ હુમલો કરનાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
