સુરત જિલ્લામાં પરવાનગી વિના સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધઃ
સુરત જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાને લઈ શાંતિ અને સલામતી જળવાય રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રી વિજય રબારીએ સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પરવાનગી વિના કોઇ સભા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષણ મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતને, કોઇ લગ્નનાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યક્તિઓને, સક્ષમ અધિકારીશ્રીની કાયદેસર પરવાનગી લેનારને કે ફરજ પર હોય તેઓને લાગુ પડશે નહી. આ જાહેરનામું તા.૧૫/૪/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
