લો બોલો હવે મંદિર પણ સુરક્ષિત નથી,પુના ભવાની મંદિરમાં ચોરીનો પ્રયાસ.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં હાલ ચોરીની ઘટનામાં ધરખમ વધારો જોવા મળ્યો છે.ત્યારે હવે દેવી દેવતાના મંદિરો પણ સુરક્ષિત નથી જોવા મળતા મહુવા તાલુકાના પુના ગામમાં હાલમાં જ ભવાની માતાજીની પ્રતિષ્ઠા મંદિરમાં કરવામાં આવી છે.મંદિર ની પ્રતિષ્ઠા થતાં મંદિરના દ્વાર હંમેશા માટે રાત દિવસ દર્શનાર્થીઓ ખુલ્લા રાખવામાં આવતા હતા ઉપરાંત આ મંદિર મહુવા અનાવલ સ્ટેટ હાઇવે ને લગોલગ આવેલું છે જેથી વાહનોની આવન-જાવન સતત ચાલુ જ જોવા મળતી હોવા છતાં જાણ ભેદુઓ દ્વારા મંદિરની દાનપેટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો.પરંતુ દાનપેટી નહિ તૂટતા ઉપરના ભાગેથી રૂપિયા કાઢવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે ગ્રામજનો જણાવ્યા અનુસાર દાન પેટીમાંથી 15 થી 20 હજાર જેટલા રૂપિયા ઉપર સળિયો નાખીને કાઢી લેવામાં આવ્યા હોય એવું જણાઈ રહ્યું છે અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પુના ગામમાં આવેલ અતિ પ્રાચીન હનુમાનજી મંદિરમાં પણ દાન પેટીમાંથી રૂપિયાની ચોરી થઈ હતી તો વર્ષ 2024 દરમ્યાન દાન પેટીમાંથી
