બેફામ કાર ચાલકે તરકાણી ગામની સીમમાં રસ્તે ચાલતા રાહદારીને ટક્કર મારતા મોત.
સુરત,મહુવા:-પોલિસ સૂત્ર દ્વારા પાપ્ત થતી વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર તરકાણી ગામની સીમમાં પટેલ ફળિયા નજીક એક ફોર વિલર ક્રેટા કાર નંબર G.J.21.CC 1688 ના ચાલકે તેની કાર બેફિકરાઈ અને ગફલતભરી રીતે પુરપાટ ઝડપે હંકારી ચાલતા જતા દિનેશભાઇ મનજીભાઈ પટેલ ઉ.વ.59 રહે વહેવલ ઝાડી ફળિયું તા.મહુવા જી.સુરત ને અડફેટે લેતા તેઓનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું ઘટના અંગે મહુવા પોલીસ ને જાણ થતાં મહુવા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
