જાણીએ ચકલી વિશેની થોડી રસપ્રદ વાતો:
વિશ્વમાં ચકલીઓની આશરે ૪૩ જાતિઓ છે, છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં ૬૦ થી ૮૦ ટકાનો ઘટાડો થયો છે
ચકલીના સંરક્ષણ માટે ૨૦૧૩ માં ચકલીને દિલ્લીનું અને ૨૦૧૩માં બિહારનું રાજ્ય પક્ષી જાહેર કરાયું હતું.
ચકલીઓ સામાન્ય રીતે ૩૮ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. આફતના સમયે ૫૦ કિમી પ્રતિ કલાક ઝડપે ઉડે છે.
સામાન્ય રીતે જમીન પર સીધા ચાલવાને બદલે ચકલીઓ ઉછળે છે.
ચકલીના બહુ જ ઓછા ઈંડામાં માતાપિતા બંનેના DNA હોય છે. તેઓ મોટાભાગે માતાના ડીએનએ ધરાવે છે.
સરેરાશ, માદા ચકલી દર વર્ષે ૩ થી ૫ ઇંડા આપે છે. ૧૨ થી ૧૫ દિવસ પછી ઇંડામાંથી એક ચકલી જન્મ લે છે.
ઘરચકલી કે જંગલી ચકલી સરેરાશ ૪ થી ૫ વર્ષ સુધી જીવે છે. પાંજરામાં પૂરેલી પાલતુ ચકલી સરેરાશ ૧૨ થી ૧૪ વર્ષ જીવે છે.
એક અભ્યાસ મુજબ ચકલીઓની સંખ્યા ઘટવાનું મોટું કારણ છે મોબાઇલ ટાવરનું રેડિએશન, કેમ કે સામાન્ય રીતે ૧૨ થી ૧૫ દિવસમાં ઇંડામાંથી બચ્ચું બહાર આવે છે, પરંતુ મોબાઇલ ટાવરની પાસે ૩૦ દિવસ સુધી પણ બચ્ચા બહાર નથી આવી શકતા એવું નોંધાયું છે.
