સાંબા ગામે ચકલી પોપટના જુગરધામાં પર સુરત LCB ની રેડ.
જિલ્લા એલસીબી પોલીસ ની ટીમ મહુવા તાલુકા માં મિયાપુર ગામ નજીક નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. તેવા સમયે તેઓને બાતમી મળી હતી કે મહુવા ના સાંબા ગામે ભગત ફળીયા નજીક ખુલ્લા મેદાન ની ગૌચર ની જમીન માં કેટલાક ઇસમો ટોર્ચ ની લાઈટ ના અજવાળા માં પપ્પુ પ્લેઇંગ લખેલા પ્લાસ્ટિક ના બેનર ઉપર દોરેલા ચિત્રો ઉપર નાણાં લગાવી હારજીત નો જુગાર રમી રહ્યા છે. પંચો ને સાથે રાખી પોલીસે સાંબા ગામે બાતમી મુજબ ની જગ્યા પર રેડ કરતા કુલ 5 વ્યક્તિઓ ને રંગેહાથ ઝડપી લેવા માં સફળતા મેળવી હતી. જ્યારે અન્ય 3 ભાગી છૂટ્યા હતા. પોલીસે સંજય પ્રવીણ પટેલ (ઝેરવાવરા) , મુકેશ ગુલાબ પટેલ (સાંબા) , રાકેશ રમેશ નાયકા( મહુવા) ,અંકિત ચંદુ પટેલ (વાગેશ્વર) ,મેહુલ ભીખુ પટેલ( બુધલેશ્વર) , મળી 5 વ્યક્તિઓ ને રંગેહાથ ઝડપ્યા હતા. જ્યારે પોલીસ ને જોઈ જુગાર રમાડનાર મુખ્ય ઇસમ જતીન જશું નાયકા( બુધલેશ્વર) , તથા અન્ય બે અજાણ્યા ઈસમો ભાગી છૂટતા તેઓ 3 ને વોન્ટેડ જાહેર કરી જુગાર ન રોકડા રુ.14440, 5 મોબાઇલ રુ.4500,તથા 3 દ્વિચક્રી વાહનો કિંમત રુ.72 હજાર મળી કુલ રુ.90940 ના મુદ્દામાલ જપ્ત કરી વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.
