પુના ગામે વિલુપ્ત થતી જાતિનું વિશાળ કદનું પક્ષી મળ્યું આવ્યું પશુપ્રેમી ભાઈઓ દ્વારા રેસ્ક્યુ કરી મુક્ત કરાયું.
સુરત, મહુવા:-હાલ કેટલાય પશુ પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે ત્યારે લુપ્ત થવાની કગાર પર આવેલ એક પ્રજાતી છે ઘુવડ એ નિસાચર શિકારી પક્ષી છે જે રાત્રી ના સમયે શિકાર કરતું પક્ષી છે.આમ તો દુનિયાભરમાં તે અપશકુનિયાળ ગણાય છે; પરંતુ વાસ્તવિક રીતે તે એક માનવોપયોગી પક્ષી છે કારણ કે તે માનવસ્વાસ્થ્યને જોખમી ઉંદર, ઘૂસ અને કીટકનું ભક્ષણ કરી માનવને હાનિ થતી અટકાવે છે. નાનાં ઘુવડ, કીટક અને ઉંદર જેવાં અને મોટાં ઘુવડ સસલાં, ઘૂસ અને સાપ જેવાં પ્રાણીઓને આરોગે છે.એવા જ એક મોટા કદનું ઘુવડ પુના ગામે સંજયભાઈ ના ઘર નજીક જોવા મળ્યું હતું.રાત્રી દરમ્યાન શિકારની શોધમાં આ પક્ષી તારમાં ફસાઈ ગયું હતું સવારે સંજયભાઈ કાન્તુભાઈ પટેલ ની નજર પડતા બાજુના રહીશ સુરેશભાઈ સાથે મળી ફસાયેલા ઘુવડનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું.અને પશુ પ્રેમ પુના ગામના આ બન્ને ભાઈઓને ઘુવડને આઝાદ કરવામાં સફળતા મળી હતી.ઘુવડ પક્ષી ને તાંત્રિક વિધિ માટે ઉપયોગ માં લેવાતા હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે તો કેટલાક કિસ્સાઓમાં વન વિભાગ દ્વારા પણ ઘુવડ ને મુક્ત કરાવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે ત્યારે પુના ગામે સંજયભાઈ અને સુરેશભાઈ વૈદ્ય દ્વારા જે પશુ પ્રેત્યે નો પ્રેમ જોવા મળ્યો છે એ ખુબજ સરાહનીય છે તો અબોલા પક્ષીને મોતના મુખમાંથી મુક્ત કરાવી ખુબજ કાબિલે તારીફ કામ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું.તમામ માહિતી ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલ દ્વારા પ્રાપ્ત થઈ છે પુના ગામના ડેપ્યુટી સરપંચ સહિત પશુપ્રેમીઓની સરાહનીય કામગીરી અંગે ગામમાં ચર્ચામાં રહી હતી.
