રામ કથાકાર શ્રી મોરારીબાપુની કથાના આયોજન અંગેની મિટિંગ મહુવા તાલુકામાં યોજાઈ.
સોનગઢ વ્યારાની પાવન ભૂમિમાં પરમ પ્રિય મોરારીબાપુના શ્રી મુખે રામકથા તારીખ 08/03/2025 ને શનિવારના રોજ સાંજે 04:00 થી સાંજે 07:00 સુધી તેમજ તારીખ 09/03/2025 રવિવાર થી સવારે 10:00 થી બપોરે 01:30 સુધી સોનગઢ વ્યારા ખાતે યોજાનાર છે બાપુના મુખે અનેક લોકોના જીવન પરિવર્તન થયા છે એક શબ્દ વ્યક્તિના જીવનને ધન્ય બનાવી દેતો હોય છે તો ક્યારે વ્યસની પણ નિર્વયશની બની જાય છે જીવની સમજણ અને સમાજની જાગૃતિ યુવાધન માટે પ્રેરણારૂપ બની શકે એવા કથાના ગુણનું રસપાન દરેક લોકો લઈ શકે એવા આયોજન સુરત જિલ્લામાં પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ ભગવાનપુરા સ્વામિનારાયણ મંદિર ખાતે એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુરત,નવસારી,વલસાડ,ડાંગ,તાપી જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક મુકુંદભાઈ જોગીયા,રામકથા કોર કમિટી નવસારી જિલ્લા સંયોજક હાલ મહુવા,ચીખલી,વાંસદા,ખેરગામ ની જવાબદારીઓ,સુરત જિલ્લા ધર્મજાગરણ સહ સંયોજક પ્રહલાદ સિંહ,બાલકૃષ્ણ ભાઈ કાર્યકર,સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક,સુગર ફેક્ટરી ડિરેક્ટર તુષારભાઈ,રાકેશભાઈ,મહુવા તાલુકા ભાજપ પ્રમુખ ભાવિન નાયક સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા અંગે જરૂરી માર્ગદર્શન તેમજ આયોજન અંગે મિટિંગ યોજાઈ હતી.
