સુરત મહાનગરપાલિકાની પેટા ચૂંટણી- ૨૦૨૫
સુરત મનપાના વોર્ડ નં.૧૮ (લિંબાયત-પર્વત-કુંભારીયા)ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડનો વિજય
પેટાચૂંટણીમાં ૯૩ બુથ પર ૩૩,૩૩૨ મતદારોએ કર્યું હતું મતદાન
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ (પછાત વર્ગ બેઠક લિંબાયત-પર્વત-કુંભારીયા)ની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીની આજ રોજ ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલ ખાતે મતગણતરી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ૯૩ બુથ પર કુલ ૩૩,૩૩૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મતગણતરી સુચારૂ રીતે સંપન્ન થઇ હતી. વોર્ડ નં.૧૮ના ચૂંટણી અધિકારી ડી.ડી. શાહની દેખરેખ
