પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા; અનાવલ બીરસામુંડા સર્કલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
જમ્મુ અને કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને, અનાવલ બીરસામુંડા સર્કલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.હાલ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે નિર્દોષ લોકોએ આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવ્યા છે ત્યારે અનાવલ ના ખાતે ના બિરસામુંડા સર્કલ પર તમામ સમુદાયના લોકો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જોડાયા હતા.
