સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, કાછલમાં ગુજરાતી વિભાગ અંતર્ગત તા.૨૮-૦૮-૨૦૨૩ને સોમવારના રોજ ઝવેરચંદ મેઘાણીની ૧૨૭મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.જેમાં અધ્યક્ષ તરીકે કૉલેજના આચાર્ય ડૉ. હેતલ એસ ટંડેલ (GES-CLASS I) મેડમ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે વિદ્યાર્થીઓને કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારે દરેક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવા માટેની શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમની શરુઆતમાં દીપપ્રાગટ્ય બાદ ધનગૌરી અને અન્ય વિદ્યાર્થીઓએ પ્રાર્થના રજૂ કરી. ત્યારબાદ વિદ્યાર્થિની હિરલે ઝવેરચંદ
મેઘાણીના વિરલ જીવન વિશેની રસપ્રદ માહિતી આપી હતી તો વિદ્યાર્થિની દિપ્તીબેને તેમના સાહિત્યસર્જન વિશે જણાવ્યું હતું ત્યારબાદ પટેલ સાવનકુમારે ‘ચારણકન્યા’ કાવ્યને સ્વરબદ્ધ રજૂ કરી હતી. પિંકલ,જીનલ અને જયનેશે ઝવેરચંદ મેઘાણી સંપાદિત ‘ધરમ તારો હંભાળ રે’ લોકગીતને તાલબદ્ધ ગાઈને સમગ્રસભાને મેઘાણીમય બનાવી દીધી હતું. રિંકલ પટેલે ‘દીવો ઝાંખો બળે’ કાવ્યનુંપઠન કર્યું અને પટેલ નૈતિકે ‘ઝૂલણ મોરલી વાગી રે’ લોકગીતનું મધુરમય ગાન કર્યું હતું.ત્યારબાદ ગુજરાતી વિભાગના અધ્યક્ષ એવા ડૉ. ધનસુખ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં ઝવેરચંદ મેઘાણીની જીવનયાત્રામાંના પ્રેરક પ્રસંગો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિમાં પ્રા. આશા ઠાકોરે આચાર્ય તેમજ સૌ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.સમગ્ર કાર્યક્રમ કોલેજમાં અભ્યાસ કરતાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓએ અનોખો બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પટેલ ધ્રુવ અને હિરલ દ્વારા કરવામાં આવ્યું હતું.