શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા ખાતે કારોબારી સભા કેળવણી મંડળ ની ઓફિસમાં મળી.
શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા ખાતે કારોબારી સભા કેળવણી મંડળ ની ઓફિસમાં પ્રમુખ સતિષભાઈ.એન.પટેલ ના પ્રમુખપણા હેઠળ યોજાઈ.કારોબારી સભાની શરૂઆત મંત્રી ઇચ્છુભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત થી કરવામાં આવી હતી.સભામાં પ્રોસેડિંગ વાંચનમાં લીધા બાદ શાળામાં ઉજવાયેલ હિરક જ્યંતી મહોત્સવના હિસાબ અંગે ચર્ચા વિચારણા કરી શાળાને આધુનિક કરણ સ્માર્ટ બોર્ડ એલ્યુમિનિયમ સ્લાઇડર સાથે આધુનિક કરવામાં આવશે તેમજ શાળાના વિદ્યાર્થીઓને સારા શિક્ષણ તેમજ સ્પોર્ટ ના વિષય અંગે ભાર આપવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ પ્રમુખ સ્થાને રજૂ થયેલા કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.આભાર વિધિ કારોબારી સભ્ય ચંદ્રકાંત ભાઈ દ્વારા કરવામાં આવી હતી