મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.
સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ ખાતે મૈત્રી ફાઉન્ડેશન આયોજિત બિગ બોસ ધમાકા 2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ટૂર્નામેન્ટ માં 16 ટિમો એ ભાગ લીધો હતો જેમાં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા થઈ.ટૂર્નામેન્ટ ના અંતિમ દિવસે સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી આપી શુભેચ્છા પાઠવવામાં આવી
હતી.આ પ્રસંગે મહુવા સુગર ડિરેકટર તુષારભાઈ,ચૌધરી સમાજ આગેવાન શીતલભાઈ,મુકુંદભાઈ સહિત અગ્રણીઓ તેમજ મહાનુભાવોની ખાસ ઉપસ્થિતી વચ્ચે ટૂર્નામેન્ટ પૂર્ણ થઈ હતી.
