વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે
નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ
હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર સેમ્યુઅલ હાનેમાનની ૨૭૦મી જન્મજયંતિના અવસરે આયુષ શાખા, જિલ્લા પંચાયત સુરત દ્વારા “વિશ્વ હોમિયોપેથી દિવસ”ની ઉજવણીના ભાગરૂપે તા.૧૦-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી સુભાષનગર કોમ્યુનિટી હોલ, નીલગિરી સર્કલ પાસે, શિવાજીનગર, લિંબાયત ખાતે વિનામૂલ્યે મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે. જેમાં લોકોને ઘરઆંગણે ઉપલબ્ધ બને તેવી સરળ, કુદરતી અને અસરકારક હોમિયોપેથી સારવાર અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાનાર કેમ્પમાં વિશેષજ્ઞો હોમિયોપેથીક નિદાન-સારવાર આપશે એમ આયુષ શાખા, જિલ્લા પંચાયત-સુરતની યાદીમાં જણાવાયું છે.
