રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય

Facebook
Twitter
WhatsApp
Telegram

રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય

રાજ્યના ૩૨ જેટલા માર્ગો પરનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા નવા મેજર-માઈનોર પૂલોના નિર્માણ માટે ૭૭૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા

નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાજનક માર્ગો મળશે- ઈઝ ઓફ લિવિંગ વધશે

મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં ૧૩૦૭ કરોડ રૂપિયા સાંકડા પૂલો-સ્ટ્રકચર્સને પહોળા કરવા તથા જુના અને નબળા પૂલોના સ્થાને મેજર-માઈનોર પૂલોના પુનઃ બાંધકામ અને મરામત જેવા ૨૬૫ કામો માટે ફાળવ્યા છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ ૩૨ માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે ૭૭૮.૭૪ કરોડ રૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ધોરીનસ સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર સૌને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ અપનાવ્યો છે.

એટલું જ નહીં, માર્ગો પરના સાંકડા પૂલ સ્ટ્રકચર્સને પહોળા કરીને લોકોને ટ્રાફિકજામ થવાની સમસ્યાથી મુક્તિ આપવા સહિત જુના અને નબળા હયાત પૂલો, સ્ટ્રક્ચર્સના સ્થાને મેજર-માઈનર પૂલોના પુન: બાંધકામ-મરામત વગેરે કામો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા ૨૬૫ કામો માટે સમગ્રતયા ૧૩૦૭ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે.

માર્ગ મકાન વિભાગે મુખ્યમંત્રીશ્રી સમક્ષ તાજેતરમાં રજૂ કરેલી ૩૨ માર્ગો પરના નવા મેજર- માઈનર પૂલોના બાંધકામ માટેની ૭૭૮.૭૪ કરોડની દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે.

આમ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા બે વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણના વિવિધ ૨૯૭ કામો માટે કુલ ૨૦૮૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીના આ પ્રજા હિતકારી નિર્ણયને પરિણામે આગામી દિવસોમાં નાગરિકોને વધુ સુવિધાજનક રોડ નેટવર્ક મળવાથી યાતાયાત સરળ બનશે તેમજ ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો બાળમજૂરી નાબૂદી માટેની સુરત

રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

”વોકલ ફોર લોકલ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ   • આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે  

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૬: સુરત જિલ્લો’   પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે   શાકભાજીનાં સારા ઉત્પાદન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ભટારમાં રહેતા સસારે પરિવારના બ્રેઈનડેડ વિકાસભાઇની બે કિડનીનું અંગદાન નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૧મું સફળ અંગદાન: બે જરૂરિયાતમંદ દર્દીઓને