બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો
બાળમજૂરી નાબૂદી માટેની સુરત જિલ્લા ટાસ્ક ફોર્સએ સુરત રેલ્વે સ્ટેશન સામેના ઉના પાણી રોડ પર આવેલ અલખલિલ ટી સ્ટોલ પર દરોડા પાડ્યા હતા, જેમાં ઉનથી ૧૨ વર્ષીય સાહિલ અને ૧૪ વર્ષીય અરમાન બદલેલ નામો) નામના કિશોરો મળી આવ્યા હતા. શ્રમ અધિક્ષક, મદદનીશ શ્રમ અધિકારી, સુરત મનપાના કર્મચારીઓ, પ્રયાસ ટીમ સહિતના સ્ટાફે રેડની કાર્યવાહી કરી હતી. બિહારનો ૧૭ વર્ષનો તબ્રેજ આલમ અને ઉત્તરપ્રદેશનો ૧૩ વર્ષનો અશફાક અહીં ટી સ્ટોલમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. બિહારના કાલુપુરનો જ્યારે અરમાન ઉત્તરપ્રદેશનો વતની છે. બંને ઉનમાં અમદાવાદી બિરયાની હોટલમાં હેલ્પર તરીકે કામ કરી રહ્યા હતા. બંને કિશોરોને બાળ કલ્યાણ સમિતિ (CWC)ના આદેશ મુજબ સુરતના વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા છે. બંનેના દસ્તાવેજોની ચકાસણી પૂરી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરત દ્વારા જણાવાયુ છે.