બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સે સુરતના પૂણાગામના બે સ્થળોએ રેડ પાડી પાંચ બાળમજૂરોને મુક્ત કરાવ્યા
બાળમજૂરી નાબૂદી માટેની સુરત જિલ્લા ટાસ્ક ફોર્સએ પૂણાગામના પૂણાગામ સીતારામ સોસાયટી અને લંબે હનુમાન રોડ એમ બે સ્થળોએ રેડ પાડી પાંચ બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. આ બાળકો પાસે દરરોજ ૧૬ કલાક સાડી ફોલ્ડીંગનું કામ કરાવવામાં આવતું હતું. જેના માસિક માત્ર રૂ.૨૦૦૦ વેતન આપવામાં આવતું હતું. માલિક દ્વારા કામના સ્થળે બાળમજૂરોને જમવા-રહેવાની સગવડ અપાતી હતી, આશરે ૧૦ થી ૧૬ વર્ષની વચ્ચેના આ તમામ બાળકો રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના વતની છે અને છેલ્લા ૩ મહિનાથી કામ અર્થે સુરત આવ્યા હતા. બાળકોને ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ હાજર કરી કતારગામના વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા છે. સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીએ શ્રમ અધિક્ષક, મદદનીશ શ્રમ અધિકારી, સુરત મનપાના કર્મચારીઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમ,પોલીસ અને અન્ય વિભાગો એમજ પ્રયાસ ટીમ સાથે મળીને દરોડાની કાર્યવાહી કરી હતી. બાળકોના ઉંમરના પુરાવા મળ્યા બાદ માલિક વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરત દ્વારા જણાવાયુ છે.
બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સે સુરતના પૂણાગામના બે સ્થળોએ રેડ પાડી પાંચ બાળમજૂરોને મુક્ત કરાવ્યા
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન
The Satyamev News
January 9, 2025
‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ
The Satyamev News
January 9, 2025
મકરસંક્રાંતિ પર્વમાં ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો જોગ
The Satyamev News
January 9, 2025