સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ રૂ.ત્રણ લાખની વ્યાજમુકત સહાય મેળવતા પ્રભુભાઈ આહિર
સરકારની સહાયકારી યોજનાઓ અમારા જેવા મધ્યમવર્ગીય ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે : લાભાર્થી ખેડૂત પ્રભુભાઈ આહિર
નાના અને સીમાંત ખેડૂતો સરળતાથી લોન સહાય મેળવીને આત્મનિર્ભર થઈ શકે તે માટે કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલી બનાવી છે. જે ખેડુતોને ખૂબ ઓછા દસ્તાવેજો સાથે બેંકો પાસેથી નાણા મેળવી શકે છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામ પ્રભુભાઈ આહિર ખેતી કરવા માટે આર્થિક મદદની જરૂર હતી. પરંતુ સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ યોજના થકી તેઓને રૂપિયા ૩ લાખની નાણાકીય લોન સહાય મળી છે.
વધુમાં તેઓ કહે છે કે, ‘મને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની જાણકારી અમારા ગ્રામ સેવક પાસેથી મળી. મને સરકાર તરફથી બે વાર નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે. જેનાથી મે વર્ષ ૨૦૨૦-૨૧માં ખેતી માટે ખાતર, બિયારણ, સિંચાઈ અને ખેતીને લગતા સંસાધનની ખરીદી કરી હતી. હાલમાં વર્ષ ૨૦૨૩માં ફરીથી મને લોન મળી છે. વધુમાં તેઓએ કહ્યું કે, લોનથી લેન્ડ લેઝર મશીનની ખરીદી પણ કરી છે. આ મશીનથી જમીનને ઝીરો લેવલ કરવામાં ખુબ મદદ મળી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લોન વ્યાજમુકત મળી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, સરકારની સહાયકારી યોજના અમારા જેવા મધ્યમવર્ગીય ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે. તે બદલ અમે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.