નવયુગ કોલેજમાં ‘સ્કીલ ઇન્ડિયા: કન્સ્ટ્રકશન ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના ઉપક્રમે ૩૦૦ ઇલેક્ટ્રીશિયનોને CSDC પ્રમાણપત્ર વિતરણ અને સન્માન
‘સ્કીલ ઇન્ડિયા: કન્સ્ટ્રકશન ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના ઉપક્રમે હેઠળ નવયુગ કોલેજમાં ત્રિદિવસીય ઇલેક્ટ્રીશિયન તાલીમ કાર્યક્રમમાં જોડાઈ સફળતાપૂર્વક પાસ થયેલા ૩૦૦થી વધુ તાલીમાર્થીઓને CSDC પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
દેશના વીજઉદ્યોગમાં કુશળ વ્યાવસાયિકોની વધતી માંગને ધ્યાનમાં રાખી સિદ્ધિવિનાયક કૃપા ચેરિટેબલ ફાઉન્ડેશન-મુંબઇ અને તેમની CSDC-પ્રમાણિત ટ્રેનિંગ પાર્ટનર ‘ડિજિટ્રાન્સફોર્મેશન’ના સહયોગથી તાલીમના ભાગરૂપે વડોદરા, અમદાવાદ અને સુરતમાં અનેક બેચો સફળતાપૂર્વક યોજાઇ છે અને અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ ઇલેક્ટ્રીશિયનોને લાભ મળ્યો છે. જેમાંથી ૮૦ % ને સફળતાપૂર્વક પ્રમાણપત્ર મળ્યા છે.
આ યોજના ભારતના ઇલેક્ટ્રીકલ ક્ષેત્રમાં તાલીન ન મેળવી હોય તેવા શ્રમિક અને પ્રમાણિત કુશળ કામદારો વચ્ચેની ક્ષતિ પૂરી કરે છે. આ તાલીમને ઢાંચાયુક્ત બનાવીને માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેના કારણે રોજગારની તકો વધે છે, સલામતીના ધોરણો ઊંચા રહે છે અને શ્રમિક વર્ગોની કુશળતામાં વધારો થતા કામદારોમાં આત્મવિશ્વાસ જન્મે છે.
