સ્પેશ્યલ એડોપ્શન એજન્સી-કતારગામ ખાતે આશ્રય મેળવી રહેલી બે બાળકીઓને દત્તકપૂર્વના ઉછેર માટે કેરલ અને હરિયાણાના દંપતિને સોંપતા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી
એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબ સ્પેશ્યલ એડોપ્શન એજન્સી-કતારગામ ખાતે આશ્રય મેળવી રહેલી બે બાળકીઓને દત્તકપૂર્વના ઉછેર માટે કેરલ અને હરિયાણાના દંપતિને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સોંપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ બંને દંપતિઓને બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
દત્તક ઈચ્છુક બે પરિવારમાં એક કેરલ અને એક હરિયાણાથી સુરત આવ્યા હતા. બન્ને દત્તક ઇચ્છુક દંપતિએ એક-એક બાળકીને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. આ બંને પરિવારમાં હર્ષોલ્લાસ છવાયો હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ. બી.પટેલના માર્ગદર્શન હેઠળ એડોપ્શન પ્રક્રિયા કરવામાં આવી હતી એમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજય પરમારની યાદીમાં જણાવાયુ છે.
