હેરિટેજ વિક નિમિત્તે શહેરીજનોને સુરતના કિલ્લા ખાતે હેરિટેજ પ્રદર્શન વિનામૂલ્યે નિહાળવા મળશે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત ઐતિહાસીક કિલ્લા સ્થિત આર્ટ ગેલેરી ખાતે તા.૨૩ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૪ સુધી હેરિટેજ વિક નિમિત્તે સુરતના વિરલ ઈતિહાસ અને ધરોહરને દર્શાવતા હેરિટેજ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં સુરત શહેરના નગરજનોને સુરતનો ઈતિહાસ, સ્થાપત્યકલા, ધરોહર વિગેરેથી અવગત કરાવવા વિશેષરૂપે તૈયાર કરેલી પેનલો, સુરતના મકાનોનો વૈભવી વારસો દર્શાવતી કાષ્ઠકળા (લાકડાની કોતરણી)માં બનેલા બ્રેકેટ્સ, મોટીફ, કાષ્ટશિલ્પ અને પેનલો પ્રદર્શિત કરવામાં આવી છે. મુલાકાતીઓ આ પ્રદર્શન ઐતિહાસીક કિલ્લા ખાતે આર્ટ ગેલેરી કમ એક્ઝિબીશન હોલમાં તા.૨૩ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૪ દરમિયાન સવારે ૧૦:૩૦ થી ૦૫:૩૦ કલાક સુધી વિનામૂલ્યે નિહાળી શકશે. તા.૨૫મીએ કિલ્લો તથા પ્રદર્શન બંધ રહેશે.