એગ્રીસ્ટેક-ફાર્મર રજિસ્ટ્રી અન્વયે ખેડૂત નોંધણીમાં ટેકનિકલ ખામીને લીધે પોર્ટલ પર અરજી ન થવા મુદ્દે ખેડૂતો માટે જાણકારી
ભારત સરકાર દ્વારા “Digital Public Infrastructure for Agriculture”ના ભાગ રૂપે “એગ્રીસ્ટેક” પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લીંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી અમલી કરવામાં આવી છે.
તા.૧૫.૧૦.૨૦૨૪થી રાજ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર આવેલી ટેકનિકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન થઈ શકતું નથી. આથી પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્યરત કરાતા વિવિધ દૈનિક સમાચારપત્રો તથા સોશિયલ મીડિયા મારફત તેની જાણ કરવામાં આવશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે