ડુંગરી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાના પાણીમાં 63 વર્ષીય આધેડ નો મૃતદેહ મળ્યો.
મહુવા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બારડોલી તાલુકાના કાટી ફળિયા (મઢી) ગામના નિશાળ ફળિયામાં રહેતો દિલીપ નાથુ ચૌધરી ઉ.વ.63 નામનો આધેડ ગત રાત્રીએ ઉકાઈ કાકરાપાર ડાબા કાઠાની મુખ્ય કેનલના પાણીમાં આકસ્મિક રીતે પડી ગયો હતો. દિલીપ ચૌધરી ઊંડા પાણીમાં ગરકાવ થતા તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આધેડની લાશ મહુવા તાલુકાના ડુંગરી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાઠા નહેરના પશ્ચિમ તરફના કિનારેથી મળી આવી હતી. ઘટના બાબતે મહુવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે લાશનો કબ્જો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
