મહુવાના નવા બ્રિજ ઉપર ઇકો કાર સાથે 5,36,900 ના મુદ્દામાલ સાથે બે ઝડપી લેતી સુરત જિલ્લા LCB ની ટીમ.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા એલસીબીની ટીમના હે.કો ચિરાગકુમાર જયંતિલાલ તથા હે.કો અમરતજી રાધાજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઈકો કાર (GJ-05-JP- 5581)મા બે ઈસમો દમણ થી વિદેશી દારૂનો જથ્થો ભરી અનાવલ,મહુવા થઈ બારડોલી તરફ જનાર છે.જે બાતમી આધારે જિલ્લા એલસીબીની ટીમ મહુવા નવા બ્રિજના ત્રણ રસ્તા નજીક નાકાબંધી કરી વોચમાં બેઠા હતા તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા અંદર થી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી વિદેશી દારૂ બીયર ટીન 264 નંગ કિંમત રૂ.26,400 અને મોબાઈલ કિંમત રૂ.10,500 અને કાર કિંમત રૂ.5 લાખ મળી કુલ્લે 5,36,900 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી સાગર પટેલ (રહે-કલકવા,તા-ડોલવણ) અને સોનુભાઈ ભરતભાઈ બારીયા (રહે-ઉભેળ, તા-કામરેજ)ની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિજય પરમાર (રહે-અલુરા, તા-કામરેજ)અને વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર મહેશભાઈ હળપતિ (રહે- દુણેઠા,દમણ)ને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.