વાંસદા તાલુકાના દોડવીરો મલેશિયા ખાતે દોડશે .
વાંસદા:-રાજ્ય માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા સ્ટેટ માસ્ટર એટલેટીક ચેમ્પિયનશિપ 2024/25 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે યોજાઇ હતી જેમાં આંબાબારી ગામના રણજીતભાઈ ઈકલભાઈ ભોયાએ ગોલ્ડન ગોલ્ડ તરફ હરણફાળ ભરી છે જેમાં પુરુષ એકલ વિભાગ૧૦૦,મીટર દોડ, ૨૦૦.મીટર દોડ અને લાંબી કુદ મૈ એમ ત્રણેય રમતોમાં પ્રથમ સ્થાને વિજેતા થઇ સમગ્ર નવસારી જિલ્લાને ગૌરવ આપેલ છે.
વિશેષમાં રણજીત ” વન વિદ્યાલય આબાબારી” અભ્યાસ દરમિયાન પણ રણજીત વિશેષ દોડ વિભાગ અને લાંબી કુદના રેકોર્ડ ધરાવે છે, તેમજ ખેલ મહાકુંભમાં પણ રાજ્ય સ્તર સુધી તેમનો રહે છે ગત વર્ષે પણ હેદરાબાદ ખાતે નેશનલ માસ્ટર્સ એથ્લેટીકસની વિવિધ સ્પર્ધામાં વિજેતા બની રાષ્ટ્રીય સ્તરે પણ ઝળકેલ છે
વિશેષ દર વર્ષે આ સ્પર્ધા નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ એસોસિએશન ન્યુ દિલ્હી દ્વારા ઓર્ગેનાઈઝેશન કરવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી આગામી દિવસોમાં આ બંને માસ્ટર એથ્લેટો વિદેશમાં ” મલેશિયા” ખાતે આંતરરાષ્ટ્રીય માસ્તર એથ્લેટીકસ્ ચેમ્પિયનશિપ માં ભાગ લેવા જશે.
રણજીત હાલ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે હોમગાર્ડ જવાન તરીકે કાર્યરત છે, સાથે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહીલા પોલીસ કોન્સ્ટેબલ SRP ગ્રુપ-૧૧ વાવ-સુરતથી એટેચમાં વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શ્રીમતી રંજનબેન કમલેશભાઇ કોંકણી મહિલા વિભાગ ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ અને લાંબી કુદ એમ ત્રણેય ઇવેન્ટમાં પ્રથમ સ્થાને વિજેતા થયેલ છે.
આમ, વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહીલા પોલીસ કોન્સ્ટેબલ તથા હોમગાર્ડ જવાન રાજ્ય સ્તરે રમત-ગમત સ્પર્ધામાં ઝળકયા છે જે બદલ ડૉ.વિજય પટેલ (SOS) અને સારસ્વત મિત્રો દ્વારા બંને માસ્ટર ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યાં છે