ડાંગના આદિવાસીઓમાં લગ્ન પ્રસંગે આ વાદ્યનો અદ્ભૂત નજારો.
ડાંગ જિલ્લામાં મુખ્યત્વે આદિવાસીઓ ની વસ્તી જોવા મળે છે જ્યાં અંતરિયાળ છુંટા છવાયા ઘરો અને ડુંગરઓથી ઘેરાયેલ આ વિસ્તારમાં આદિવાસી સમુદાયમાં લગ્ન પ્રસંગે આ વાદ્ય દ્વારા લગ્ન પ્રસંગે નાચગાન કરતા જોવા મળે છે.જોકે હાલના સોસીયલ મીડિયા તેમજ ડિજિટલ યુગમાં આ વાદ્ય પણ હવે વિસરાય રહ્યું છે અને લોકો ડી.જે. આધુનિક સાઉન્ડ સિસ્ટમ તરફ વળી રહ્યા છે ત્યારે હજુ પણ અમુક વિસ્તારો પરંપરા અનુસાર આ વાદ્ય જોવા મળી રહ્યું છે.આ દ્રશ્યો છે ડાંગ જિલ્લાના શિંગાણાં ગામના જ્યાં લગ્ન પ્રસંગમાં આ વાદ્ય જોવા મળ્યું હતું.
