તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ
રમતગમત રાજયમંત્રી હર્ષ સંધવી તથા યોગબોર્ડના ચેરમેન ઉપસ્થિત રહેશેઃ
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી એ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાનને ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (૨૧ જૂન ૨૦૨૫) ઉજવણીના ભાગરૂપે મેદસ્વિતાને યોગ અને પ્રાણાયામના માધ્યમથી દૂર ભગાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી તા.૪/૫/૨૦૨૫ના રોજ સવારે ૫.૩૦ વાગે ડી. આર. બી. કોલેજ, સી. બી. પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ભરથાણા, વેસુ ખાતે યોગ શિબિર શિબિર યોજાશે. જેમાં મુખ્ય અતિથિ રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત સરકાર યોગ બોર્ડ ચેરમેનશ્રી શિશપાલજી યોગ શ ચેરમેન ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના ભાગરૂપે પ્રોજેક્ટ મેનેજર નિમેષભાઈ ચૌહાણના નેતૃત્વમાં સર્કિટ હાઉસ અઠવાલાઇન્સ ખાતે યોગસંવાદ યોજાયો હતો. જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ડોક્ટર પારૂલબેન પટેલ, દીશા જાની, હીના ચાવડા, ક્લાસ ઇન્સ્પેક્ટર નવનીતભાઈ શેલડીયા, સોશિયલ મીડિયા કોર્ડીનેટર સપના શર્મા અને હિરલ દવે, પૂર્વ કોડીનેટર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોચ અને ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.
