મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે.
આ પ્રજાજોગ સંદેશનું વિવિધ ટીવી ચેનલ્સ પરથી પ્રસારણ કરાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે. આ પ્રજાજોગ સંદેશ આજે તારીખ ૧૪ ઓગષ્ટના રોજ વિવિધ ટીવી ચેનલ્સ પર પ્રસારિત થશે.
આકાશવાણી પરથી સાંજે ૯:૧૫ વાગ્યે, GSTV ન્યૂઝ ચેનલ પર સાંજે ૬:૦૦ વાગ્યે, સંદેશ ન્યુઝ ચેનલ પર સાંજે ૫.૩૦ વાગ્યે, વી.આર. લાઈવ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે, ન્યૂઝ૧૮ ગુજરાતી ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૦૦ વાગ્યે, ઝી-૨૪ કલાક ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૪૫ વાગ્યે, વી.ટી.વી. ન્યુઝ ચેનલ પર સાંજે ૫.૩૦ વાગ્યે, નિર્માણ ન્યુઝ ચેનલ પર સાંજે ૦૬:૪૦ વાગ્યે, CNBC બજાર ન્યૂઝ ચેનલ પર સાંજે ૭.૩૦ વાગ્યે, ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે, ઇન્ડિયા ન્યૂ ગુજરાત ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૪૨ વાગ્યે, બુલેટિન ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ચેનલ પર સાંજે ૬.૪૫, મંતવ્ય ન્યુઝ ચેનલ પર સાંજે ૦૫:૪૫ વાગ્યે પ્રસારિત થશે.
આ ઉપરાંત, ટી.વી. નાઇન ગુજરાતી ન્યુઝ ચેનલ પર બપોરે ૩.૦૦ વાગ્યે, કલર્સ ગુજરાતી પર રાત્રે ૧૦:૩૦ અને કલર્સ સિનેમા ટી.વી. ચેનલ પર સાંજે ૫:૫૨ વાગ્યે, ઇન-કેબલ ટી.વી. ચેનલ ઉપર રાત્રે ૮.૧૫ વાગ્યે પણ મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ પ્રસારિત થશે.
મુખ્યમંત્રીશ્રીના આ સંદેશનું પ્રસારણ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ પરથી આવતી કાલે ૧૫ ઓગષ્ટના સવારે ૯.૦૦ વાગ્યે થવાનું છે.